Authors
Hitesh Jagani, Hetalkumari Makwana
Publication date
2021
Journal
Towards Excellence
Volume
13
Issue
3
Description
ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોનો ફાળો રહેલો છે. અકીક ઉદ્યોગ એક પ્રકારનું અસંગઠિત ક્ષેત્ર છે. અકીક ઉદ્યોગ પ્રાચીન કાળથી ચાલ્યો આવતો ઉદ્યોગ છે. અન્ય ઉદ્યોગની જેમ આ ઉદ્યોગ જીવનનિર્વાહ તો કરે છે પરંતુ ઘણી સમસ્યાઓ સાથે આ ઉદ્યોગ સંકળાયેલ છે. આ ઉદ્યોગમાં સંકળાયેલ કામદારો તો સમસ્યાનો શિકાર બને જ છે પણ સાથે આ ઉદ્યોગ પોતે પણ ઘણી સમસ્યાઓથી ઘેરાયેલો છે. જે કામદારો આ ઉદ્યોગમાં જોડાયેલ છે તેઓ પથ્થરની સાથે પોતાની જીંદગી પણ ઘસે છે. તેથી જ પ્રફુલ્લ ત્રિવેદીએ તેમના પુસ્તકમાં જણાવ્યું છે કે “અકીકનો પથ્થર ઘસાય તેમ કારીગરની જિંદગી ઘસાય.” કામદારો કેટલીય સમસ્યાનો ભોગ બને છે છતાં ગુજરાન કરવા તેમાં …